Bhaskar News, Vadodara | Last Updated 3:21 AM [IST](30/01/2011)
સત્યઅર્થવિજ્ઞાનના પ્રસાર માટે તા. ૨ અને ૫ ફેબ્રુ.ના રોજ સેમિનાર
૩૦ જાન્યુ. ‘ગાંધી નિવૉણ દિન’ની ઉજવણી કરવા શહેરના યુનાઇટેડ યૂથ ઓર્ગેનાઇઝેશનના ૩૦૦ ગાંધીપ્રેમી યુવાનો મૌન વ્રત પાળી અનોખી અંજલિ આપશે. ઉલ્લેખનીય છે કે, પાંચેક વર્ષ અગાઉ કોલેજિયન ધ્રુદીપ ઠક્કર દ્વારા ગાંધી જયંતી અને નિવૉણદિને મૌન વ્રત પળાતું હોવાનો ‘દિવ્ય ભાસ્કરે’ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
આજે ધ્રુદીપ ઇકોનોમિક્સ વિષય સાથે માસ્ટર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેના પ્રયાસોથી સ્થપાયેલી સંસ્થામાં અનેક યુવાનો સ્વૈચ્છિક રીતે જોડાયા છે. આવતી કાલે સવારે ૧૦ કલાકે ગાંધી નગરગૃહ ખાતે મૌન દર્શન કાર્યક્રમ યોજાશે.
યુનાઇટેડ યૂથ ઓર્ગે.ના ધ્રુદીપ ઠક્કરે જણાવ્યું કે, અમારી સંસ્થા દ્વારા બે વર્ષથી ગાંધી જયંતી અને નિવૉણદિને ‘સુપર પાવર ઓફ સાઇલન્સ’ અને ‘ડાયનેમિક પાવર ઓફ નોનવાયોલન્સ’નું આયોજન કરાય છે.
આ વર્ષે ૩૦૦ જેટલાં યુવાનો મૌન અંજલિ આપશે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મેં ગાંધીજી, જ્હોન રસ્કિન અને ટોલ્સટોયના વિચારોને આધીન ‘સત્યઅર્થવિજ્ઞાન’ની રચના કરી છે. તેણે ઉમેર્યું કે, ગાંધીજીના મૃત પાય થઇ રહેલા વિચારોને જીવિત કરવાના પ્રયાસ રૂપે તા. ૨ ફેબ્રુ.એ ડભોઇ આર્ટ્સ કોલેજ અને ૫ ફેબ્રુ.એ મ.સ. યુનિ.માં સેમિનાર કરી રહ્યો છું. સત્યઅર્થ વિજ્ઞાન વિશે શાળા અને કોલેજોમાં જઇ વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થાના નવા આયામને સમજાવવા પ્રયાસ કરીશ.
સત્યઅર્થવિજ્ઞાન : સૌના સુખનો વિચાર જ સૌને સુખી કરશે
દરેક વ્યક્તિ પોતાના સુખનો વિચાર કરીને ક્યારેય સુખી થઇ શકતી નથી. હકીકતમાં જ્યારે પ્રત્યેક વ્યક્તિ બધાના સુખનો વિચાર કરશે ત્યારે જ બધાં સુખી થશે. આ વિચારને ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રના નવા આયામ ‘સત્યઅર્થ-વિજ્ઞાન’ની રચના કરી છે. તેમાં ‘મહત્તમ ફાયદા’ની જગ્યાએ ‘મહત્તમ ઉદ્દેશ્ય’ની વાત કરાઇ છે. સેક્સ, સેન્સેક્સ અને સેમ્પેઇનના સ્થાને સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાની વાત કરાઇ છે. તેના અમલીકરણ માટે વિવિધ થિયરી અને ઇકોનોમિક્સના મોડેલ બનાવ્યાં છે. ધ્રુદીપ ઠક્કર