Thursday, September 24, 2020

હવે તો હદ કરે છે આં એક પ્રકારનો માનસિક આતંકવાદ છે

----------------------
Lockdown માં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી બાળકોને કોડિંગ શીખવાડવા વાળી સંસ્થાઓએ ભરડો લીધો છે. બાળકો સરસ મજાનો જીવન નો આનંદ લેતા હતા, મસ્તીથી મરજી મુજબનું જીવન જીવતા હતા ત્યાં જ આ પૈસા ભૂખ્યા મૂર્ખાઓ નું ટોળું બાળકોને કોડીંગ શીખવાડવામાં આવી ગયું. કોડિંગ શીખવું ખોટું નથી જ પરંતુ પૈસાની લાલચે કોડિંગ શીખવું ખતરનાક છે. બાળકની ઇચ્છા હોય કે ના હોય તેને કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસાડી દીધો. 

બીજા કેટલાક નવું ગતકડું લઈને આવ્યા રોબોટિક શીખો અને મજા તો ત્યારે આવે જ્યારે સર્કિટના રમકડા ને આ લોકો રોબોટિક કહેવા લાગે. 17 માર્ચના રોજ દ્વારકા ખાતે મારો સેમિનાર હતો જેમાં અમારા ચેમ્પ પ્રોજેક્ટને લઈને વિસ્તારમાં વાત કરવામાં આવી હતી અને તેમાં ગણિત વિજ્ઞાનની સાથે કોડિગ પણ હતું જ. પરંતુ તેનો ઉદ્દેશ્ય બાળક સંભાવનાના આકાશમાં સર્જનાત્મકતાની નાવ લઇ ઇચ્છે તેટલા છબ છબીયા કરી શકે એટલા પૂરતો જ હતો અને તે પણ પ્રોજેક્ટ લર્નિંગ ના એક ભાગરૂપે. 

MIT scratch એક ઓપન સોર્સ લર્નિંગ પ્લેટફોર્મ છે એમાંથી tutorial કાઢીને ગઠિયાઓએ પોતાનું એક નવું સોફ્ટવેર બનાવી દીધું. આમ તો બનાવ્યું છે એમ ના કેહવાય કોપી પેસ્ટ કર્યું કેહવાય. (કરોડો કમાવા છે પરંતુ બે પૈસાની મહેનત નથી કરવી). હવે બાળકોના દુશ્મન પૈસા ભૂખ્યા લોકો નવું લઈને આવ્યા એડવર્ટાઈઝિંગ આવી શું તમારું બાળક માર્સ મિશનમાં એલન મસ્કને હરાવી શકશે ? છ વર્ષના બાળક માટે સ્પેશ્યલ સ્પેસ ટેકનોલોજી નો કોર્સ. 

કોડિંગ, રોબોટિક ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી ખોટી નથી જ પરંતુ બાળક ના રસ ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ ભવિષ્યમાં પૈસા ને ધ્યાનમાં રાખીને માબાપ બાળકોને આં કોર્ષ કરવી રહ્યા છે. અફસોસની વાત એ છે કે આ બધામાં જે સૌથી જરૂરી છે તે લેગો કીટ ની હજી વાત કરવામાં નથી આવતી. અરવિંદ ગુપ્તા ના વિજ્ઞાન ના રમકડા એ કોઈ રોબોટિક થી કમ નથી આ ઉપરાંત આ બધામાં બાળકની સર્જનાત્મકતા તેમજ તેમજ કલ્પના શક્તિનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. 

એક પ્રતિષ્ઠિત કંપની નો ડેમો ક્લાસ કર્યો. બિચારા છોકરાઓ એક બાજુ android ફોન પર ઝુમ પર મેડમ નો ક્લાસ સાંભળે અને સાથે સાથે એપ્લિકેશન પર કોડીગ કરે સ્વાભાવિક છે બાળકને આ બન્ને વસ્તુ એકસાથે ન ફાવે. બાળક વારેવારે સ્ક્રીન શેર કરવાની વાત કરે તો મેડમ અકળાય. છેલ્લે તો મેડમ એ કહી દીધું કે અત્યારે હું જે કરું છું તે જોઈ લો અને પછી તમારી રીતે ઘરે કરજો. એક બેન લેપટોપ પર પોતે બેઠા અને મોબાઈલ તેના બાળકને પકડાવી દીધો ચાલુ લેક્ચર એ બાળકે ચાર વખત મીટીંગ ઓફ કરી નાખે કેટલો કંટાળ્યો હશે. આ બાળકને કોડીંગ માં બિલકુલ રસ ન હતો પરંતુ એની મમ્મી તેને બળજબરીપૂર્વક શીખવાડી રહી હતી અને બે-ચાર વખત તો માર્યો ય ખરો. હું તો આને માનસિક આતંકવાદ જ કહું.

જો કોડિંગ ખરેખર મહત્વનું હોય તોપણ આ બાળકો અત્યારથી જ કોડિંગ ને નફરત કરવા લાગશે જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ નહીં પરંતુ અંધકારમય બનાવશે. 

મા-બાપને મારી નમ્ર વિનંતી છે કે બાળકને સમજો અને તેને તેની રીતે જીવવા દો. હું દસ વર્ષ પહેલા એચટીએમએલ ડીએચટીએમએલ શીખ્યો હતો, વેબસાઈટ બનાવવા માટે પાચ વર્ષ બાદ એની કોઈ જરૂરિયાત રહી નહીં. કોઈ વેબસાઈટ ડેવલોપર અત્યારે HTML નો ઉપયોગ કરી વેબસાઈટ નથી બનાવતો. તમારું બાળક જ્યારે મોટો થશે ત્યારે ટેકનોલોજીમાં આમૂલ પરિવર્તન આવી ગયું હશે. કદાચ મશીન પોતે જ કોડિંગ કરતું થઈ ગયું હશે. માટે બાળકનું બાળપણ અને તમારા પૈસા બરબાદ ન કરો તે જ હિતાવહ છે. હા બાળકની સર્જનાત્મકતા ખીલવવા માટે કોડિંગ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે બાળકનો રસ કેળવવા માટે mit સોફ્ટવેરના tutorial થોડી મહેનત કરીને આપ શીખી શકો છો અને ત્યાર બાદ બાળકને શીખવાડો અને જો એનો રસ તેમાં ઉત્પન્ન થતો હોય તો આગળ કોડિંગ નો કોર્સ કરાવી શકાય. (મને વાંધો કોડિંગ સાથે નથી પરંતુ શિખવાડનારના અને બાળકોને શીખવા નો આગ્રહ રાખનાર માં બાપ ના આશય સાથે છે, બાકી 2016માં બેંગ્લોર પાસેના એક ગામમાં DEFY નામની સંસ્થાના બાળકો એ જ મને કોડિંગ શીખવાડ્યું હતું.)

Tuesday, September 1, 2020

આ દેશનું કશું નહીં થાય ! થાય !

છેલ્લા ઘણા સમયથી પુરુષપ્રધાન સમાજની વિચારધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે થવો જ જોઈએ કારણકે આ વિચારધારા થકી પુરુષો માત્ર લિંગ ના આધારે સ્ત્રીઓને કમજોર અને અશક્ત ગણે છે જે અયોગ્ય છે. આજે પણ ગામડાની ઘણી સ્ત્રીઓ પુરુષો સામે બોલી શકતી નથી. સભ્ય સમાજ આજે તેને અત્યાચાર ગણે છે ભલે તેમાં બહુ સુધાર લાવવાનો પ્રયત્ન ન કરતો હોય પરંતુ આ ખોટું થઈ રહ્યું છે એમ મોટા ભાગના લોકો માને છે. 

પરંતુ આ જ બાબત પ્રજાને કમજોર અને અશક્ત ગણતા અત્યાચારી, ભ્રષ્ટાચારી, દુરાચારી શાસકો બાબતે શા માટે ના કહી શકાય ? જેવી રીતે પુરુષ પ્રધાન વિચારધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જ રીતે પૈસા કેન્દ્રિત શોષિત રાજ્યવ્યવસ્થા નો પણ વિરોધ થવો જોઈએ. કયા સુધી ગરીબોના, મજૂરોના, ખેડૂતોના રક્તથી રાજ્ય અભિષેક થતો રેહશે અને આપણે તાલીઓ વગાડતા રહીશું ? કમ સે કમ આ વ્યવસ્થા ખોટી છે, શોષણકારી છે એકલું સ્વીકારતાં તો થવું જ પડશે. આવકની અસમાનતા ભારતમાં દિન-પ્રતિદિન વધી રહી છે 1% લોકો પાસે કુલ સંપત્તિના ૭૦% છે અને 50% નીચેના લોકો પાસે માત્ર 2%. જનતાના પૈસે નેતાઓ કરોડોના ચાર્ટર પ્લેનમાં ફરી રહ્યા છે ને પ્રજા મોંઘીદાટ કોલેજોની લાઇનમાં ઊભી રહીને નિસાસો નાખી રહી છે કે આ દેશનું કશું છેલ્લા ઘણા સમયથી પુરુષપ્રધાન સમાજની વિચારધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે થવો જ જોઈએ કારણકે આ વિચારધારા થકી પુરુષો માત્ર લિંગ ના આધારે સ્ત્રીઓને કમજોર અને અશક્ત ગણે છે જે અયોગ્ય છે. આજે પણ ગામડાની ઘણી સ્ત્રીઓ પુરુષો સામે બોલી શકતી નથી. સભ્ય સમાજ આજે તેને અત્યાચાર ગણે છે ભલે તેમાં બહુ સુધાર લાવવાનો પ્રયત્ન ન કરતો હોય પરંતુ આ ખોટું થઈ રહ્યું છે એમ મોટા ભાગના લોકો માને છે. 

પરંતુ આ જ બાબત પ્રજાને કમજોર અને અશક્ત ગણતા અત્યાચારી, ભ્રષ્ટાચારી, દુરાચારી શાસકો બાબતે શા માટે ના કહી શકાય ? જેવી રીતે પુરુષ પ્રધાન વિચારધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જ રીતે પૈસા કેન્દ્રિત શોષિત રાજ્યવ્યવસ્થા નો પણ વિરોધ થવો જોઈએ. કયા સુધી ગરીબોના, મજૂરોના, ખેડૂતોના રક્તથી રાજ્ય અભિષેક થતો રેહશે અને આપણે તાલીઓ વગાડતા રહીશું ? કમ સે કમ આ વ્યવસ્થા ખોટી છે, શોષણકારી છે એકલું સ્વીકારતાં તો થવું જ પડશે. આવકની અસમાનતા ભારતમાં દિન-પ્રતિદિન વધી રહી છે 1% લોકો પાસે કુલ સંપત્તિના ૭૦% છે અને 50% નીચેના લોકો પાસે માત્ર 2%. જનતાના પૈસે નેતાઓ કરોડોના ચાર્ટર પ્લેનમાં ફરી રહ્યા છે ને પ્રજા મોંઘીદાટ કોલેજોની લાઇનમાં ઊભી રહીને નિસાસો નાખી રહી છે કે આ દેશનું કશું નહીં થાય ! થાય !