Add caption |
તેના કરતા પણ વધુ દુઃખની વાત એ છે કે ગાંધીજીના વિચારો મૃતઃપ્રાય થઇ
રહ્યા છે.અણુબોમ્બની અણીએ અટવાયેલી અને બારૂદના ઢેર પર ઢોરયેલી માનવજાત
આત્મસંહાર તરફ આગળ ધપી રહી છે. તેવા સમયે આપણી પાસે પોતાના અસ્તિત્વની
રક્ષા માટે બે માર્ગ ઉપલબ્ધ છે એક ભૌતિક બળ જે આપણને વિનાશ તરફ લઇ જઈ
રહ્યો છે અને બીજો ગાંધીજી, જોહન રસ્કિન,તોલ્સતોય જેવા વિચારકોએ બતાવેલો
નૈતિક બળ.જેને દુનિયા ભૂલી પરવારી છે અથવાતો તેના પર ચાલવાની હિમત નથી
કરી શકતી.પણ કહેવાય છે કે પરીવર્તન ત્યારે નથી આવતું જયારે અનેક વિકલ્પ
ઉપલભ્ધ હોય પણ પરીવર્તન ત્યારે જ આવે છે જયારે કોઈ જ વિકલ્પ બાકી ના હોય.
આજે દુનિયામાં ૧% લોકો ૪૦% સાધન સંપત્તિ પર કબજો જમાવીને બેઠા છે,વિશ્વના
૧૦% ધનાઢ્ય લોકો પાસે વિશ્વની કુલ સંપતિની ૮૫% સંપત્તિ છે,રોજના ૩૨,૦૦૦
બાળકો ગરીબી અને કુપોષણને કારણે મૃત્યુ પામે છે.દર ૪૦ સેકન્ડે એક માણસ
આત્મહત્યા કરે છે,દર સેકન્ડે એક માણસ ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે દર
બે સેકાન્ડે એક હેક્ટર જંગલ નો નાશ થઇ રહ્યો છે. હવે અપણા દેશની વાત કરીએ
તો દુનિયાના ૫૦% ભૂખ્યા લોકો ભારતમાં વસે છે ,૪૫.૬ કરોડ લોકો ગરીબી રેખા
નીચે જીવી રહ્યા છે.ટુકમાં દરેક ગતિ પ્રગતિ નથી હોતી.આજની
અર્થવ્યવસ્થામાં માત્ર અર્થનો જ વિચાર કરવામાં આવે છે.પણ ગાંધીજી કહેતા
હતા અર્થશાસ્ત્રમાં આપનું કેન્દ્રબિંદુ મનુષ્ય છે(TO,me મન is the
highest consideration).ગાંધીજી એ કહ્યું હતું "મનુષ્યના કલ્યાણ માટે કોઈ
પણ વૈજ્ઞાનિક શોધનું હું સહર્સ સ્વીકાર કરીશ અણુશક્તિથી પણ વિશેષ શક્તિ
હોય તો તેનો ઉપયોગ ભલે કરો પણ એક જ શરતે કે તેના ઉપયોગથી લોકોને તમે
બેકાર નહિ બનાવો". દરેક વ્યક્તિ પોતપોતાના સુખનો વિચાર કરી ક્યારેય સુખી
ના થઇ શેકે ,વાસ્તવમાં જયારે પ્રત્યેક વ્યક્તિ બધાના સુખ નો વિચાર કરશે
ત્યારેજ બધા સુખી થશે.આ જ વિચાર ને પાયારૂપ ગણીને અર્થશાસ્ત્રના
વિકલ્પરૂપે મેં સત્યઅર્થવિજ્ઞાન(TUROECOLOGY)ની રચના કરી છે.જેનું
કેન્દ્રબિંદુ માણસ છે .તેમાં પ્રોફિટ મેક્સીમાંઈઝેસન ની જગ્યાએ પરપસ
મેક્સીમાઈઝેસનની વાત કરવામાં આવી છે,ગ્રોથ અને ડેવલોપમેન્ટના સ્થાને જોય
અને હેપીનેસની વાત કરવામાં આવી છે,સેક્સ,સેન્સેક્સ અને સેમ્પેઈનના સ્થાને
સંસ્કાર સંસ્કૃતી અને સેવા ની વાત કરવામાં આવી છે.તેના અસરકારક અમલીકરણ
માટે વિવિધ થીઅરી અને ઇકોનોમિકસના મોડેલ પણ બનાવ્યા છે......
૧) વેલ્યુ સ્કેરસીટી મીકેનીઝમ : હાલના અર્થશાસ્ત્રમાં રૂપિયાની વેલ્યુ
ટકાવી રાખાવા માટે કુત્રિમ અછત ઉભી કરવામાં આવે છે એટલે કે ગરીબી કે
બેકારી સંપૂર્ણપણે દુર થાય તે શક્ય જ નથી.
૨) ડીવાઈન રિસોર્સ મેનેજમેન્ટ : યુ .એન .ના ૨૦૦૭ ના રીપોર્ટ પ્રમાણે
૧૯૬૦ થી પૃથ્વી પરના દરેક માણસને પુરતું ખવાનું મળી રહે તેટલુ અન્ન દર
વરસે ધરતી માંતા ઉગાડે છે. સરખે ભાગે વહેચવામાં આવે તો દરેક પૃથ્વીવાસી
ના ભાગે ૨૬,૦૦૦ સ્ક્વેર ફીટ જગ્યા આવે છે . (ખેતીલાયક ઉપયોગી જમીન )
ટુકમાં દરેક પૃથ્વીવાસી સુખ, શાંતિ અને સમૃદ્ધી મેળવી શકે તે રીતનું
આયોજન ડીવાઈન રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા શક્ય છે .
૩) થીઅરી ઓફ ગેસ્ટશીપ : ગાંધીજીના ટ્રસ્ટશીપમાં જરૂરી સુધારા વધારા
કરીને થીઅરી ઓફ ગેસ્ટશીપની રચના કરવામાં આવી છે.ટુકમાં તૃસ્તીશિપનું
અપડેટેડ વર્ઝન કહી શકાય.
આ ઉપરાંત વિસીઅસ સર્કલ ઓફ સ્કેરસીટી તેમજ વિવિધ નીડ થીઅરી દ્વારા કઈ રીતે
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો તેમજ ઇચ્છાઓની પુરતી કરી આનંદમય જીવન
પસાર કરી શકે તેની સમજણ આપવામાં આવી છે .
૩૦ મી જન્યુઅરિએ આ નવી અર્થવ્યવસ્થાને દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા સમાજ માં
વહેતી કરી છે .ગાંધી નિર્વાણ દિને ગાંધીજીના મૃત:પ્રાય થઈ રહેલે
વિચારોને જીવનદાન આપવાનો આ પ્રયાસ માત્ર છે.જે અંતર્ગત ૨ ફેબ્રુઆરી ના
રોજ ડભોઈ આર્ટસ કોલેજ અને ૫ ફેબ્રુઅરી ના રોજ એમ .એસ .યુનીવર્સીટીમાં
શૈક્ષણિક કાર્યક્રમ ના ભાગ રૂપે સેમીનાર કરીરહ્યો છું.
ભારત પાસે દુનિયાનું સૌથી વધુ યુવા ધન છે અને તેને યોગ્ય દિશા બતાવવામાં
આવે તો તે ચમત્કાર સર્જી શકે તેમ છે .યુનાઈટેડ યુથ અઓર્ગેનાઈઝેશન દ્વારા
'સુપર પાવર ઓફ સાઈલાન્સ' અને 'ડાયનેમિક પાવર ઓર નોનવાયોલંસ' નું છેલ્લા
બે વર્ષથી નિયમિત આયોજન કરવામાં આવે છે જેમાં ૩૦૦ જેટલા યુવાનોએ ગાંધી
જયંતી અને ગાંધી નિર્વાણ દિનની મૌન પાળીને ઉજવણી કરવાનો સંકલ્પ લીધેલ
છે.તે પૈકી ના કેટલાક યુવાનોએ આજે લોહાણા બોર્ડીંગ થી ગાંધી નગર ગૃહ સુધી મૌન રેલી યોજી હતી .અને ગાંધી પ્રતિમા પાસે મૌન દર્શન ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો .
No comments:
Post a Comment