Monday, January 31, 2011

શહેરના ૨૨ યુવાનોની ગાંધીજીને મૌન અંજલિ


Bhaskar News, Baroda
Friday, January 30, 2009 02:10 [IST]


baroda બરાક ઓબામા મહાત્મા ગાંધીજીને જેટલું માન આપતા હશે તેનાથી ઘણું ઓછું સન્માન ભારતીય યુવાનો તેમને આપી રહ્યા છે. ત્યારે શહેરના ૨૨ યુવાનોએ મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે મૌન પાળવાનો સંકલ્પ લઇ આગવી પહેલ કરી છે.
યુનાઇટેડ યૂથ ઓર્ગેનાઇઝેશન અને લોહાણા બોર્ડિંગના સંયુકત ઉપક્રમે રાવપુરા સ્થિત લોહાણા બોર્ડિંગના સેમિનાર હોલમાં આજે ‘સુપર પાવર ઓફ સાઇલન્સ’ અંગેના સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ૧૮થી ૨૫ વર્ષની વય જૂથના ૩૫ જેટલાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અંગે વધુ માહિતી આપતાં યુનાઇટેડ યૂથ ઓર્ગેનાઇઝેશનના યુવાન ધ્રૂદીપ ઠક્કરે જણાવ્યું હતું કે, ગાંધીજીને આપણે સમજી શકયા નથી. આઝાદી બાદ ગાંધીજીના નામે લોકો તર્યા છે, પરંતુ ગાંધીજીની જેમ લોકોને તારનાર કોઇ બન્યું નથી. યુવાનોમાં ગાંધીજીની મૌન શકિત અંગે સમજ કેળવાય તે માટે આજે યોજાયેલા સેમિનારમાં સંગીતના માઘ્યમથી રિલેકસેશન, ડિવાઇન ડીજે, ફાયર ઇટિંગ વગેરે દ્વારા મૌનનું માહાત્મ્ય સમજાવાયું હતું.
વધુમાં ઉમેર્યું હતું કે, યુનિ.ની આર્ટ્સ, સાયન્સ, કોમર્સ વગેરે ફેકલ્ટીઓ ઉપરાંત પારુલ ઇન્સ્ટિટ્યૂટ અને સિગ્મા ઇન્સ્ટિટ્યૂટના ૩૫ યુવાનોએ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને અંતે ગાંધી નિર્વાણ દિવસે મૌન વ્રત પાળવાનો સંકલ્પ લીધો હતો.
નોંધનીય છે કે, ધ્રૂદીપ ઠક્કરે ધો.૧૦ના વેકેશનમાં ‘સત્યના પ્રયોગો’ તેમજ ‘ફ્રીડમ ઓફ મિડનાઇટ’ પુસ્તક વાંરયાં હતાં. જેના કારણે તેને કિશોરાવસ્થામાં જ ગાંધીજીના વિચારો પ્રત્યે ભારે આકર્ષણ જાગ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે બીજી ઓકટોબર (ગાંધીજી જન્મ જયંતી) અને ૩૦મી જાન્યુઆરી (ગાંધીજી નિર્વાણ દિન)ના રોજ આખો દિવસ મૌન વ્રત પાળે છે.


No comments:

Post a Comment