Wednesday, August 19, 2020

એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં મોબાઈલ

વિદ્યાર્થીઓ ઝાડ પર ચડીને ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે ડાંગ જીલ્લા નો bbc નો રિપોર્ટ જોઈને ખરેખર દુખ થયું. એક તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ નથી કરતા ને બીજું જ્ઞાન ને એક વર્ગ માટે મર્યાદિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ સમસ્યાનું સમાધાન શક્ય છે. 

1) આખી વેબસાઈટ ઓફલાઈન ડાઉનલોડ કરીને તેને પેનડ્રાઈવમાં આપી શકાય છે. ઈન્ટરનેટ વગર આ બધી વેબસાઈટ અને તેની પરના કન્ટેન્ટ જોઈ શકાય છે. 

2) એક વાઇફાઇ ડિવાઇસમાં આ બધા જ ડેટા નાખીને ગામમાં કોઈ એક જગ્યાએ મૂકી શકાય અને બીજા વિદ્યાર્થીઓ મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વગર માત્ર વાઇફાઇ ના સહારે બધા જ કન્ટેન્ટ જોઈ શકે છે. 

3) કોમ્યુનિટી રેડિયોના માધ્યમથી પણ ભણાવી શકાય છે. ભોપાલમાં શુબ્રંશુભાઈ આ માટે બહુ સરસ કામ કરે છે.

4) જ્યારે ઓનલાઇન વીડિયો રેકોર્ડ કરી રહ્યા છો ત્યારે જે વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓને જેમને ઇન્ટર નેટ નથી આવતું તેમને ફોન કરીને કોન્ફરન્સ કોલ કરીને  ભણાવી શકાય છે (કોલેજકાળમાં આ પ્રયોગ અમે કરી ચુક્યા છે) 

5) સરકાર દ્વારા દૂરદર્શન પર વિવિધ વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા સરસ રીતે ભણાવવામાં આવે છે. પરંતુ મોટાભાગની શાળાઓ વિદ્યાર્થીઓને આ અંગે જાણ કરતી નથી અને સરકાર પણ વધુ માર્કેટિંગ કરતી નથી. 

આપણે શું કરી શકીએ ? 

1) જો આપની પાસે વિવિધ ધોરણના વિષયવાર એજ્યુકેશન કન્ટેન્ટ હોય તો આપ એમને જણાવી શકો છો.  અમે વેબસાઈટ, પેન ડ્રાઈવ અને wifi device ના માધ્યમથી આ બાળકો સુધી ઈન્ટરનેટ વગર જ્ઞાન પહોંચાડવામાં આપણી મદદ કરી શકીએ તેમ છે. 

2) જો આપના ઘરે અનલિમિટેડ wi-fi હોય તો વાઇફાઇ નો પાસવર્ડ શેર કરી શકો છો. 

3) આપે એવી જગ્યાએ નોકરી કરવા જતા હો જ્યાં ઇન્ટરનેટ સરળતાથી મળી રહેતું હોય તો આપના ગામમાં કે આપના વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત છે તેમની માટે વિડીયો ડાઉનલોડ કરીને લાવી શકો છો. 

4) તમારા નકામા પડેલા ફોન જરૂરિયાતમંદ બાળકોને આપી શકો છો તેમજ મોબાઇલ રિચાર્જ પણ કરાવી શકો છો. 

બાળક આપણે શું કરી શકીએ ? 

1) જો કોઈપણ રીતે ઓનલાઇન ક્લાસીસ માં જોડાઈ શકાતું નથી તો ચિંતા કરવાની જરૂર નથી બીજી બધી નવી નવી વસ્તુઓ શીખવા માટે તમને આ તક મળી છે તેનો ભરપૂર ઉપયોગ કરવો.

2) તમારા જે મિત્રો ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે કે પછી તમારા જે શિક્ષક ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે તેમની સાથે ફોન પર વાત કરી શકાય છે. 

3) આ ઉપરાંત અમે ટૂંક સમયમાં અમે "ચેમ્પ" પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છીએ જેમાં ગણિત-વિજ્ઞાન ના અનેક પ્રયોગો ને આવરી લેવાના છે. જે ઇન્ટરનેટના માધ્યમથી તેમજ ઇન્ટરનેટ વગર પણ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ દ્વારા પણ આપ કરી શકો છો. આ ઉપરાંત વિજ્ઞાનના પ્રયોગો કરવા માટે એક કીટ પણ આપવામાં આવશે. 

આ કામ આપ પણ આપણા જિલ્લામાં, આપના વિસ્તારમાં કરી શકો છો. ટેકનિકલ સમસ્યાના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. dhrudipthakkar@gmail.com (M)9574117077

No comments:

Post a Comment