Sunday, August 30, 2020

નાગરિક ધર્મ બજાવવા ઇચ્છતા દરેક નાગરિક પોતાની જાતને આટલા સવાલ અવશ્ય કરે.


#MainHooSocrates
સોક્રેટીસ સવાલો દ્વારા ક્રાંતિ લાવ્યા હતા. સામાન્ય માણસોને કેટલાક સવાલો થવા જોઈએ, ખાસ કરીને એવા લોકો જે નાગરિક ધર્મ બજાવવા માં માને છે. આજે કેટલાક એવા સવાલો નું લીસ્ટ આપું છું જે આપ કોઈપણ પાર્ટીના નેતા કે સમર્થક ને પૂછી શકો છો, કે તમારે પૂછવા જોઈએ.

1) અબ્દુલ કલામ ને પાંચ વર્ષના કાર્યકાળ પછી શા માટે કંટીન્યુ કરવામાં ન આવ્યા ?  અને તેમના સ્થાને પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ? (યાદ રહે રાષ્ટ્રપતિ નું સ્થાન પાર્ટી આધારિત નથી તે સ્વતંત્ર પદ છે)

2) પાર્ટી ફંડ માં કયો વ્યક્તિ કેટલું ફંડ આપે છે તેનો રેકોર્ડ રાખવામાં કેમ નથી આવતો ? અત્યાર સુધી કોઈ પણ પાર્ટી એ તેનો વિરોધ કેમ નથી કર્યો ? 

3) અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવવા માટે જે કાયદા ઘડ્યા હતા અને આપણા ક્રાંતિકારીઓ ને જે કાયદા હેઠળ હેરાન પરેશાન કરવામાં આવતા હતા એ કાયદા આજની તારીખે ચાલુ કેમ છે ? (શું ભગતસિંહ સાચા હતા કે ગોરા અંગ્રેજ જશે અને તેના કરતાં ખતરનાક કળા અંગ્રેજો રાજ કરશે.)

4) નેતાઓને ઇન્કમટેક્સમાં છુટ શા માટે આપવામાં આવે છે ? 

5) ચપરાશી ની નોકરી માટે પણ ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે પરંતુ ચૂંટણીમાં ઊભા રહેતા નેતાઓ માત્ર એફિડેવિટ કરીને જણાવે અને આપણે માની લેવાનું એવું શા માટે ? 

6) વિદેશમાં ભારતીયોના કાળા નાણાં અંગે ના નામની જાહેરાત શા માટે કરવામાં નથી આવતી ? 

7) પનામા પેપર લીક માં ઘણા ભારતીયોના નામ આવ્યા હતા તેમની પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ ના આવી ? (અન્ય કેટલાક દેશોમાં તો સત્તા બદલાઈ ગઈ )

8) રોબર્ટ વાડ્રા ના કૌભાંડની તપાસ કેમ કરવામાં નથી આવતી ? 

9) 2G કૌભાંડની મસમોટી વાતો કરવામાં આવતી હતી પરંતુ સત્તા મળ્યા બાદ સરકારે કોઈ પુરાવા રજુ કેમ ન કર્યા ? ( કોર્ટના જજે પણ ટકોર કરી છે)

10) આઝાદી બાદથી ગાંધી પરિવાર નું જ શાસન કોંગ્રેસમાં ચાલ્યું આવે છે છતાં પણ કોઈ કોંગ્રેસના નેતા તેનો વિરોધ કરવાની હિંમત કેમ નથી કરતો ? 

11) 2004માં અટલબિહારી બાજપાઈ એ સરકારી કર્મચારીઓનું પેન્શન બંધ કર્યું હતું પરંતુ નેતાઓનું પેન્શન બંધ કરવામાં કેમ ન આવ્યું ? (સરકારી અધિકારીઓ માટે ના નિયમ સરકારને લાગુ ન પડે ? )

12) નેતાઓ ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સિવાય એવું તો કયું મહાન કામ કરે છે જેને કારણે તેમને ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટર માં ફરવાનો પરવાનો મળે છે એ પણ જનતાના પૈસાથી ? 

13) ખુલ્લેઆમ વેચાતી એજ્યુકેશનલ ડિગ્રીઓ સામે કોઈ પણ સરકાર કોઇ પગલાં કેમ નથી લેતી ? 

14) વ્યાપમ કૌભાંડની તપાસ કેમ કરવામાં નથી આવતી? 

15) નેશનલ હેરાલ્ડ કેસમાં કોઈ પગલાં લેવામાં કેમ ન આવ્યા ? 

16) ચિદંબરમના પુત્ર ની સંપત્તિ જો આટલી હોત, જો ચિદમ્બરમ નાણામંત્રી ન હોત ? આજ વાત અન્ય નેતા અને તેમના પુત્રો માટે પણ એટલી જ લાગુ પડે છે. 

17) પુલવામાં હુમલા ની તપાસ આજ સુધી કરવામાં કેમ નથી આવી ? 

18) બાર લાખ રૂપિયા લઈને આતંકવાદીઓને મદદ કરનાર દેવેન્દ્રસિંહ ને શા માટે છોડવામાં આવ્યો ?(શું સરકાર આતંકવાદીઓ સાથે મળેલી છે?)

19) સ્વામી સાનંદ જ્યારે ગંગા નદી અંગે કાયદો બનાવવા માટે તેમજ ગેરકાયદેસર બાંધકામ અને ખનન રોકવા માટે આંદોલન કરતા હતા ત્યારે કોઈ પણ હિંદુ સંગઠન કે કોઈ પણ સરકારે તેમને સાથ કેમ ન આપ્યો ? 

20) દિલ્હી વિધાનસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક છોકરી સાથેના સંબંધની અને ગૃહમંત્રી અમિત શાહ પર તે છોકરી ની જાસૂસી કરાવવાનો અત્યંત ગંભીર આરોપ ફોન રેકોર્ડિંગ ના પુરાવા સાથે મૂકનાર કપિલ મિશ્રા ને ભાજપે શા માટે પોતાની પાર્ટીમાં લીધો ? 

આવા તો બીજા અનેક સવાલ છે પરંતુ હાલ આ 20 સવાલો સુધી મર્યાદિત રહીએ. જો તમે તમારી જાતને દેશભક્ત સમજતા હોય પોતાની જાતને સૌપ્રથમ આ સવાલો કરવા અને ત્યારબાદ દરેક પાર્ટીના સમર્થક, પાર્ટી સમર્થક પત્રકારો, ને પણ આ સવાલોનો જવાબ આપવા માટે કહેવું. આમાંથી કોઈ પણ મુદ્દા અંગે વિસ્તારમાં જાણવું હોય તો કોમેન્ટમાં લખીને જણાવો.

1 comment: