Saturday, January 9, 2021

રિયલ એસ્ટેટમાં રોકાણ મૂર્ખામી નો સોદો.

મારે એક મિત્રોએ વડોદરામાં એક ફ્લેટ લીધો હતો રોકાણ કરવા માટે. આજથી ૫ વર્ષ પહેલા તે ફ્લેટ 27 લાખમાં પડ્યો હતો. પાંચ વર્ષમાં તેનો એરીયા સરસ ડેવલોપ થઈ ગયો પરંતુ તેનો ફ્લેટ વેચાતો જ નથી. તેના ફ્લેટ થી બે કિલોમીટર દૂર બીજા નવા ફ્લેટો બની રહ્યા છે જેની કિંમત 20 લાખની આસપાસ છે. જેમ-જેમ વર્ષો વધતા જશે તેમ તેમ ફ્લેટની કિંમત ઘટતી જશે. હવે 27 લાખમાં લીધેલો ફ્લેટ 27 લાખ કરતાં ઓછાંમાં કાઢી શકાય નહીં અને આસપાસ જે નવા ફ્લેટ બની રહ્યા છે તેની કિંમત 27 લાખ કરતા ઓછી થઈ રહી છે. આમ પાંચ વર્ષે રિટર્ન તો દૂર રહ્યું મૂળ મૂડી પર નીકળતી નથી. 

બિલ્ડરો એન કેન પ્રકારે લોભ લાલચ આપીને ફ્લેટ વેચતા હોય છે. કેટલાય બિલ્ડર એવા જોયા છે કે જે છેલ્લા સાત વર્ષથી એક જ પ્રોજેક્ટ લઇને બેઠા છે અને છતાં પણ 50% ફલેટ પણ વેચાય નથી. એવા કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં દસ વર્ષથી લોકો રૂપિયા આપીને બેઠા છે પરંતુ બિલ્ડરે હજી સુધી તેમને ફ્લેટ આપ્યો જ નથી. 

વડોદરામાં એક બહુ જ મોટો મોલ બન્યો છે. કંપની પણ બહુ મોટી પરંતુ હજી પણ દુકાન વેચાતી તો નથી જ. આ ઉપરાંત વડોદરાના સૌથી પોશ એરિયા ગણાતા અલકાપુરીમાં પણ એક મોલ એવો છે જ્યાં 50% દુકાનો આજે પણ ખાલી છે. 

2027-28 સુધી પરિસ્થિતિમાં કોઇ મોટો ફરક આવે તેવું દેખાતું નથી. ખરેખર માર્કેટ વેલ્યુ કરતાં ત્રણથી ચાર ગણો ભાવ વધારે રાખવાનું નક્કી કર્યું છે જેથી 50% મકાનો ખાલી રહે તો પણ ખોટ ના જાય. હાલમાં જે બિલ્ડર દ્વારા ભાવ ચાલી રહ્યો છે તે તદ્દન ખોટો છે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે.

No comments:

Post a Comment